સમજીએ અને સાંભળીએ પાણીના ખરા છેવટના વપરાશકારોને
-શિલ્પા વસાવડા
૮ માર્ચ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન‘ તરીકે જવાય છે. ૧૮પ૩ની ૮ માર્ચે અમેરિકાની કાપડની સૂતર મિલોમાં કામ કરતી મજૂર મહિલાઓને તેમના કામના કલાકો ૧૬ થી ઘટાડીને ૧૦ કલાક કરવાની માંગણી માટે સંઘર્ષ છેડ્યો અને આ સંઘર્ષમાં તેમને સફળતા મળી. તેથી આ વિજયી સંઘર્ષની યાદ તાજી રાખવા ૮ માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે જાહેર કરાયો. મહત્વની વાત એ છે કે, આ વિજયી સંઘર્ષ કરનાર ઇતિહાસ ઘડનાર સ્ત્રીઓ ન હતી, પરંતુ રોજબરોજ મહેનત અને સંઘર્ષ કરતી ‘સામાન્ય’ સ્ત્રીઓ હતી. જ્યારે આપણે પીવાના પાણીના કાર્યક્રમોમાં લોકભાગીદારીની વાત કરીએ છીએ, ત્યારે ૮ માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે થોડી વિશેષ નજર લોકભાગીદારીમાં ‘મહિલા ભાગીદારી’ પર કરીએ.
Filed under: Uncategorized | 1 Comment »