• લોકોની શક્તિમાં વિશ્વાસ મૂકતી અને લોકોને તેમની પોતાની શક્તિઓમાં વિશ્વાસ બેસે એવી સ્થિતિ સર્જવા કાર્યરત સંસ્થા એટલે વાસ્મો... જાણો વધુ
  • અત્યાર સુધીમાં…

    ગુજરાતમાં...
    • ૧૩,૧૦૫ ગામના લોકોએ પાણી સમિતિ રચીને પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ માટે લોકભાગીદારી આધારિત અભિગમ અપનાવ્યો છે.
    • ૩,૫૦૦થી વધુ ગામોએ તેમની પાણી પુરવઠા યોજનાઓ ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. બીજાં ૩,૬૦૦ ગામોમાં યોજનાઓ પર કામ ચાલુ છે.
    • ૧,૧૮૭ શાળાઓ અને ૮,૪૬૧ પરિવારોએ છત પરથી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા વિક્સાવી છે.
    • ૧૩,૭૬૨ પાણી ગુણવત્તા ટુકડીઓ બની છે, જે ગામોમાં મળતા પીવાના પાણીની ગુણવત્તા ચકાસતી રહે છે.
    • ૧૩,૧૪૬ પાણી ગુણવત્તા કીટ્સનું વિતરણ થયું છે, જેની મદદથી ગામલોકો પીવાના પાણીની ગુણવત્તા ચકાસે છે.
    • ૩૮,૦૦૦ જેટલી શાળાઓને પણ આવી જ પાણી ગુણવત્તા કીટ્સ આપવામાં આવી છે અને ૩૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકરોને ગુણવત્તા ચકાસણીની તાલીમ અપાઈ છે.

પ્રવૃત્તિઓ

વાસ્મનું ધ્યેય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના લોકોને પીવાનું શુદ્ધ પાણી તથા સ્વચ્છતાની સુવિધાઓ અને આરોગ્યપ્રદ ટેવો વિકસાવવા માટે સ્વાવલંબી બનાવવાનું છે. અમલીકરણ સહાય સંસ્થાઓ (ઇમ્પ્લેમેન્ટેશન સપોર્ટ એજન્સીઝ)ની અને ગ્રામ્ય સ્તરે પાણી સમિતિની મદદથી વાસ્મો આ ધ્યેયને પહોંચી વળવા વિવિધ પ્રકારની શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ ચલાવે છે, તથા તેનો અસરકારક રીતે અમલ થાય, તે જુએ છે.

પીવાના પાણીનો પુરવઠો
વાસ્મો માને છે કે પીવાના પાણીનું વ્યવસ્થાપન માગ આધારિત હોવું જોઇએ અને સમુદાય દ્વારા જ તેનું સંચાલન થવું જોઇએ, જેથી ટકાઉ વ્યવસ્થા વિકસે.

લોકોને પ્રોત્સાહન
વાસ્મોના મુખ્ય ધ્યેય પૈકીનું એક છે, વિવિધ ઝુંબેશ તથા માર્ગદર્શન દ્વારા લોકજાગૃતિ ફેલાવવી.

પર્યાવરણીય સ્વચ્છતા
વાસ્મો માને છે કે પાણી માત્રની ઉપલબ્ધતાથી ગ્રામ્ય વિસ્તારોમાં જીવનધોરણની ગુણવત્તા સુધારી શકે નહીં. આ માટે સ્વચ્છતા અને આરોગ્યપ્રદ ટેવો પણ વિકસાવવી પડે.

ક્ષમતા વિકસાવવી
ગ્રામ્ય વિસ્તારોના લોકો પોતાની જાતે જ પીવાના પાણી, સ્વચ્છતા અને આરોગ્યપ્રદ ટેવો ટકાઉ ધોરણે વિકસાવી શકે તે માટે વાસ્મો તેમને સક્ષમ બનાવે છે.

પાણીના સ્રોતોનું વ્યવસ્થાપન
ગુજરાત જેવા દુકાળ સંભવિત અને પાણીના અનિયમિત વિતરણવાળા પ્રદેશમાં ભૂગર્ભજળનું એક આગવું મહત્ત્વ છે. વાસ્મો વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન આપે છે.

નવીન ટેક્નોલોજી
એક રાજ્યવ્યાપી ઝુંબેશ તરીકે વાસ્મો ગ્રામ્યવિસ્તારોના લોકોના ઘરના ઉંબરા સુધી પીવાનું પાણી પહોંચતું કરવા માટે વિવિધ ટેક્નોલોજી વિકસાવે છે.

વધુ માહિતી વાસ્મોની વેબસાઇટ પર

Leave a comment