• લોકોની શક્તિમાં વિશ્વાસ મૂકતી અને લોકોને તેમની પોતાની શક્તિઓમાં વિશ્વાસ બેસે એવી સ્થિતિ સર્જવા કાર્યરત સંસ્થા એટલે વાસ્મો... જાણો વધુ
  • અત્યાર સુધીમાં…

    ગુજરાતમાં...
    • ૧૩,૧૦૫ ગામના લોકોએ પાણી સમિતિ રચીને પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ માટે લોકભાગીદારી આધારિત અભિગમ અપનાવ્યો છે.
    • ૩,૫૦૦થી વધુ ગામોએ તેમની પાણી પુરવઠા યોજનાઓ ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. બીજાં ૩,૬૦૦ ગામોમાં યોજનાઓ પર કામ ચાલુ છે.
    • ૧,૧૮૭ શાળાઓ અને ૮,૪૬૧ પરિવારોએ છત પરથી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા વિક્સાવી છે.
    • ૧૩,૭૬૨ પાણી ગુણવત્તા ટુકડીઓ બની છે, જે ગામોમાં મળતા પીવાના પાણીની ગુણવત્તા ચકાસતી રહે છે.
    • ૧૩,૧૪૬ પાણી ગુણવત્તા કીટ્સનું વિતરણ થયું છે, જેની મદદથી ગામલોકો પીવાના પાણીની ગુણવત્તા ચકાસે છે.
    • ૩૮,૦૦૦ જેટલી શાળાઓને પણ આવી જ પાણી ગુણવત્તા કીટ્સ આપવામાં આવી છે અને ૩૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકરોને ગુણવત્તા ચકાસણીની તાલીમ અપાઈ છે.

જળવ્યવસ્થાપનમાં મહિલા ભાગીદારી

સમજીએ અને સાંભળીએ પાણીના ખરા છેવટના વપરાશકારોને

શિલ્પા વસાવડા

૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનતરીકે જવાય છે. ૧૮પ૩ની ૮ માર્ચે અમેરિકાની કાપડની સૂતર મિલોમાં કામ કરતી મજૂર મહિલાઓને તેમના કામના કલાકો ૧૬ થી ઘટાડીને ૧૦ કલાક કરવાની માંગણી માટે સંઘર્ષ છેડ્યો અને આ સંઘર્ષમાં તેમને સફળતા મળી. તેથી આ વિજયી સંઘર્ષની યાદ તાજી રાખવા ૮ માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે જાહેર કરાયો. મહત્વની વાત એ છે કે, આ વિજયી સંઘર્ષ કરનાર ઇતિહાસ ઘડનાર સ્ત્રીઓ ન હતી, પરંતુ રોજબરોજ મહેનત અને સંઘર્ષ કરતી સામાન્ય’  સ્ત્રીઓ હતી. જ્યારે આપણે પીવાના પાણીના કાર્યક્રમોમાં લોકભાગીદારીની વાત કરીએ છીએ, ત્યારે ૮ માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે થોડી વિશેષ નજર લોકભાગીદારીમાં ‘મહિલા ભાગીદારીપર કરીએ.

Continue reading

જળસંચય – જળઅનુશાસન – જળસમૃદ્ધિ

ડૉ. જયપાલ સિંહ, વાસ્મો


પીવાના પાણીના ક્ષેત્રને ટકાઉપણું આપવા માટે રાજય સરકાર દ્વારા લાંબાગાળાનું મહત્વાકાંક્ષી આયોજન કરી રાજયવ્યાપી પાણી પુરવઠા ગ્રીડના અમલીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ ગ્રીડ સાથે રાજયની આશરે ૭૫ ટકા વસતીને આવરી લેવાનું આયોજન કરાયું. અત્યાર સુધીમાં આશરે ૬૫ ટકા વસતીને આ ગ્રીડ સાથે આવરી લેવામાં આવી છે. ગ્રીડની સાથે જ સ્થાનિક સ્ત્રોતોના વિકાસ માટે પણ કામગીરી થઇ રહી છે.

Continue reading

જળ વપરાશની આચારસંહિતા અનિવાર્ય

પ્રો. આર. સી. પોપટ (શુકદેવ)

ગુજરાતના આર્થિક વિકાસના ત્રણ પાયા – પાણી, પાવર અને પેટ્રોલ. ગુજરાત રાજ્ય પાણીની અછતવાળું રાજ્ય છે. ગંભીર બાબત એ છે કે, પાણીની આ અછત કુદરત પ્રેરિત નહીં, પરંતુ માનવસર્જિત છે. પર્યાપ્ત વરસાદ છતાં રાજ્યને પાણીની અછતનો લગભગ દર વર્ષે સામનો એટલા માટે કરવો પડે છે કે, આપણે ત્યાં યોગ્ય જળ આયોજન અને જળ સંચાલનનો અભાવ છે.

Continue reading

પાણીનું આધ્યાત્મિક મૂલ્ય

શામજીભાઇ આંટાળા

પાણી એ વિકાસની ગુરુ ચાવી છે. વૈશ્વિકરણના આજના સમયમાં વિશ્વ સ્તરે આર્થિક, સામાજિક અને રાજકીય રીતે પાણીનું મહત્ત્વ સ્વીકારાવા લાગ્યું છે, પણ દરેક માણસ પાણીનું મહત્ત્વ અને મૂલ્ય સમજે, સ્વીકારે અને વહેવારમાં તેનો અમલ કરે તે અતિ જરૂરી છે અને એ ત્યારે જ શકય બને કે પાણીનું ધાર્મિક- આધ્યાત્મિક મહત્ત્વ અને મૂલ્ય માણસ સમજતો-સ્વીકારતો થાય. અમૃતસમા આ પાણીની ઉત્પત્તિ, તેનું સ્વરૂપ, તેના ગુણધર્મો વગેરે વિગતો સમજીએ.

Continue reading

ગાંધીજી નિયમિત કહેતા કે પાણી ઉકાળ્યે જ છૂટકો

શરીરને ટકાવવામાં હવાથી બીજો દરજ્જો પાણીનો છે. હવા વિના માણસ થોડી ક્ષણ જ જીવી શકે. પાણી વિના કેટલાક દિવસ કાઢી શકાય. પાણીની બહુ જરૂરિયાત હોવાથી કુદરતે પાણી પણ પુષ્કળ પ્રમાણમાં પૂરું પાડ્યું છે. પાણી વિનાની મરુભૂમિમાં માણસ વસી શકતો જ નથી, જેથી સહરાના રણ જેવા પ્રદેશમાં કંઈ વસતિ જોવામાં નથી આવતી.

Continue reading