• લોકોની શક્તિમાં વિશ્વાસ મૂકતી અને લોકોને તેમની પોતાની શક્તિઓમાં વિશ્વાસ બેસે એવી સ્થિતિ સર્જવા કાર્યરત સંસ્થા એટલે વાસ્મો... જાણો વધુ
  • અત્યાર સુધીમાં…

    ગુજરાતમાં...
    • ૧૩,૧૦૫ ગામના લોકોએ પાણી સમિતિ રચીને પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ માટે લોકભાગીદારી આધારિત અભિગમ અપનાવ્યો છે.
    • ૩,૫૦૦થી વધુ ગામોએ તેમની પાણી પુરવઠા યોજનાઓ ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. બીજાં ૩,૬૦૦ ગામોમાં યોજનાઓ પર કામ ચાલુ છે.
    • ૧,૧૮૭ શાળાઓ અને ૮,૪૬૧ પરિવારોએ છત પરથી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા વિક્સાવી છે.
    • ૧૩,૭૬૨ પાણી ગુણવત્તા ટુકડીઓ બની છે, જે ગામોમાં મળતા પીવાના પાણીની ગુણવત્તા ચકાસતી રહે છે.
    • ૧૩,૧૪૬ પાણી ગુણવત્તા કીટ્સનું વિતરણ થયું છે, જેની મદદથી ગામલોકો પીવાના પાણીની ગુણવત્તા ચકાસે છે.
    • ૩૮,૦૦૦ જેટલી શાળાઓને પણ આવી જ પાણી ગુણવત્તા કીટ્સ આપવામાં આવી છે અને ૩૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકરોને ગુણવત્તા ચકાસણીની તાલીમ અપાઈ છે.

યોજનાઓ

વાસ્મોનું લક્ષ્ય છે કે ગ્રામ્ય વિસ્તારોના સમુદાયો પોતાની જાતે જ પીવાના પાણી, સ્વચ્છ સેનિટેશન અને આરોગ્યપ્રદ આવાસ ટકાઉ ધોરણે વિકસાવવા સક્ષમ બને. અમલીકરણ સહાય સંસ્થાઓ (ઇમ્પ્લેમેન્ટેશન સપોર્ટ એજન્સીઝ)ની અને ગ્રામ્ય સ્તરે પાણી સમિતિની મદદથી વાસ્મો આ બધા જ ધ્યેયને પહોંચી વળવા વિવિધ યોજનાઓ ચલાવે છે, તથા તેનો અસરકારક રીતે અમલ થાય, તે જુએ છે.

અર્થક્વેક રીહેબિલિટેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન (ઇઆરઆર)
આ યોજના ભૂકંપથી અસર પામેલાં અને વારંવાર દુકાળનો ભોગ બનતાં તમામ ૧,૨૬૦ ગામમાં પાણી પુરવઠા અને સ્વચ્છતાની સુવિધાઓ વિક્સાવવા કાર્યરત છે..

સ્વજલધારા- વિભાગીય સુધારા
આ યોજના ગ્રામ્ય વિસ્તારોમાં લોકભાગીદારીવાળી વ્યવસ્થા ઊભી કરીને માગ આધારિત પીવાના પાણીના સ્રોત તથા વ્યવસ્થા ઊભી કરવાની નેમ ધરાવે છે.

પાણીની ગુણવત્તાની ચકાસણી
આ યોજનાનું લક્ષ્ય છે કે લોકો સ્વચ્છ પાણી પીતા થાય અને તેની માગ કરતાં થાય.

સંયુક્ત આદિવાસી વિકાસ યોજના
આ યોજના રાજ્યના નવસારી અને વલસાડ જિલ્લાના અતિ પછાત આદિવાસી વિસ્તારોમાં પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ વિક્સાવવાનું લક્ષ્ય ધરાવે છે.

વધુ માહિતી વાસ્મોની વેબસાઇટ પર

Leave a comment