• લોકોની શક્તિમાં વિશ્વાસ મૂકતી અને લોકોને તેમની પોતાની શક્તિઓમાં વિશ્વાસ બેસે એવી સ્થિતિ સર્જવા કાર્યરત સંસ્થા એટલે વાસ્મો... જાણો વધુ
  • અત્યાર સુધીમાં…

    ગુજરાતમાં...
    • ૧૩,૧૦૫ ગામના લોકોએ પાણી સમિતિ રચીને પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ માટે લોકભાગીદારી આધારિત અભિગમ અપનાવ્યો છે.
    • ૩,૫૦૦થી વધુ ગામોએ તેમની પાણી પુરવઠા યોજનાઓ ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. બીજાં ૩,૬૦૦ ગામોમાં યોજનાઓ પર કામ ચાલુ છે.
    • ૧,૧૮૭ શાળાઓ અને ૮,૪૬૧ પરિવારોએ છત પરથી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા વિક્સાવી છે.
    • ૧૩,૭૬૨ પાણી ગુણવત્તા ટુકડીઓ બની છે, જે ગામોમાં મળતા પીવાના પાણીની ગુણવત્તા ચકાસતી રહે છે.
    • ૧૩,૧૪૬ પાણી ગુણવત્તા કીટ્સનું વિતરણ થયું છે, જેની મદદથી ગામલોકો પીવાના પાણીની ગુણવત્તા ચકાસે છે.
    • ૩૮,૦૦૦ જેટલી શાળાઓને પણ આવી જ પાણી ગુણવત્તા કીટ્સ આપવામાં આવી છે અને ૩૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકરોને ગુણવત્તા ચકાસણીની તાલીમ અપાઈ છે.

પાણી વિના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અટકે છે

– ડૉ. ટી. જે. મૈશેરી

પાણી એ પર્યાવરણ માટે ખૂબ જ મહત્વનું અંગ છે.  આમ તો પ્થ્વી પર ૩/૪ ભાગનું પાણી અને ૧/૪ ભાગની જમીન છે, પરંતુ માનવના વપરાશ માટેનું પાણી ફકત ૩ ટકા જ છે.  તેમાંથી ૦.૫ ટકા પાણી જ પીવાલાયક છે.  તે ૪૦ ટકા વસ્તીને જ મળે છે, બાકીની ૬૦ ટકા વસ્તી ગંદું પાણી વાપરે છે.

૧૯૯૦માં વિશ્વને માથાદીઠ ૯,૨૨૫ કયુબિક મીટર પાણીના સ્થાને ૨૦૨૫માં ૫૮૨૫ કયુબિક મીટર પાણી મળશે તેવું જણાય છે.  ભારતમાં સને ૧૯૯૦માં ૨૧૫૧ કયુબિક મીટર પાણી મળતું હતું તેના સ્થાને ૨૦૨૫માં માટીને ૧૪૪૮ કયુબિક મીટર પાણી મળશે.  સમગ્ર ભારતમાં સને ૧૯૮૦ થી ૧૯૯૯ વચ્ચે ભૂગર્ભ જળ સપાટીમાં ચાર મીટરનો ઘટાડો થયો હોય એવા દેશના ૧૩૭ જિલ્લાઓમાં ગુજરાતના સાત જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ખરેખર તો જેમને દર મહિને દૂધના ખર્ચ જેટલો પાણીનો ખર્ચ થાય તેમને પાણીની કિંમત ખબર છે. જ્યાં પાણી છે ત્યાં તે આડેધડ વેડફાય છે. પરિણામ સ્વરૂપ બંને બાજુ પર્યાવરણના પ્રશ્ર્નો ઉદ્દભવે છે. એશિયન રાષ્ટ્રોમાં તો પાણીની કિંમત નહીં સમજાય તો દુ:ખના દિવસો આવતાં વાર નહીં લાગે. પાણી વિના રાષ્ટ્રની પ્રગતિ અટકે અને રાષ્ટ્ર ભાંગી જાય.

દેશના તમામ પ્રબુધ્ધ નાગરિકો જો આ ભવિષ્યમાં આવી પડનારી એક વિષદ સ્થિતિ પર વિચાર કરીને ડગ નહીં માંડે તો આવનારી પેઢીઓ આપણને કયારેય માફ નહીં કરે. તુર્કીના ઇસ્તંબુલ શહેરમાં થયેલ હૈબીટેટરના સંમેલનમાં ભાગ લેવા આવેલ વક્તાઓએ આવનાર દિવસોમાં ભયંકર જળસંકટની સંભાવના વ્યકત કરી છે.

હૈબીબીટ-રના મહાસચિવના કહેવા પ્રમાણે હવે યુદ્ધ તેલ અથવા ભૂમિગત સંશોધનો માટે નહીં થાય પરંતુ `જળમાટે થશે.  આમેય કહેવાનું કે, `જર, જમીન અને જોરૂ ત્રણેય કજિયાનાં છોરૂપરંતુ હવે તેમાં જળ ઉમેરાતાં `જર, જમીન જોરૂ અને જળ ચારેય કજિયાના વર‘.

હૈબીબેટ-રના વિશ્લેષણ પ્રમાણે જળસંકટનું કારણ માત્ર જળનો અભાવ નહીં પરંતુ, સરકાર તરફથી જળક્ષેત્રમાં પૂરતું ધ્યાન તેમજ ચોક્કસ આયોજન ન થવાને લીધે પણ છે. વિશ્વબેંકના ઉપાધ્યક્ષ એરાજેલ્ડીનના જણાવ્યા અનુસાર એક અબજ લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ નથી. વિકાસશીલ દેશોમાં ૮૦ ટકા બીમારીઓનું કારણ પ્રદૂષિત જળ છે કે જેનાથી દર વર્ષે એક કરોડથી વધુ લોક જીવ ગુમાવે છે.

૧૯૮૯માં પ્રઉત પ્રણેતા શ્રી પ્રભાતરંજન સરકારે સ્વાસત જળસંકટ સામે ચેતવણી ઉચ્ચારતાં કહેલું હતું કે, જો વ્ક્ષોનો કટાવ અને ભૂમિગત જળ સંશોધનની દોહનક્રિયા આ જ પ્રમાણે ચાલુ રહેશે તો વિશ્વને ૧૯૯૩થી ૨૦૦૫ના વર્ષ સુધી ભારે જળસંકટનો સામનો કરવો પડશે.

ઉકત આ વિચારોનું અવલોકન કરતાં સમગ્ર જીવસૃષ્ટિનો એકમાત્ર આધાર એવા જળની જો યથાગતિ માત્રામાં ઉપયોગ તેમજ સુનિયોજિત પદ્ઘતિનો પ્રયોગ કરીશું નહીં તો એક ભયંકર આફતનો સામનો કરવો પડશે.  આવી સ્થિતિ ન આવે તે માટેના આયોજન વિશે અત્યારથી જ વિચારવું પડશે. પેટાળ જળથી લઈને સિંચાઈ સુધીનું વ્યાપક ક્ષેત્ર ધરાવતાં જળ વગરનું જીવન આત્મા વગરનું શરીર થઈ જશે.

(૧) ગુજરાતની ધરતી પર દુષ્કાળની આફત વારંવાર ત્રાટકે જ નહીં તે માટે ચોમાસામાં આકાશમાંથી મબલખરૂપે વરસનારા વરસાદનાં પાણી દરિયામાં કે અન્યત્ર દોડી જાય તે પહેલાં ધરતીમાં ઉતારી દઈ ધરતીમાં પાણીનાં તળ ઊંચા આવે અને ધરતીનો જળભંડાર છલકાઈ જાય એવાં ગામ-તળાવો, ખેત તલાવડીઓ, નાના ચેકડેમો, આડબંધો અને સઘન વૃક્ષારોપણ માટેનો પુરુષાર્થ કરવા તમામ યુવક મંડળોને, તમામ શાળા-કોલેજોને,તમામ એન.એસ.એસ. યુનિટોને તથા તમામ સેવા-સંસ્થાઓને અને ગુજરાતના તમામ યુવકોએ પુરુષાર્થ કરવાની તાતી જરૂર છે.

(ર) કેવળ બેંકના ચેકો ફાડ્યા કરીએ તો બેલેન્સ કેટલું ચાલે? એ જ રીતે ટયુબવેલો દ્ધારા ભૂગર્ભ જળનું બેંક-બેલેન્સ ઊલેચ્યા જ કરીએ અને વરસાદના પાણીને દરિયામાં કે અન્યત્ર દોડી જતાં ન અટકાવી ધરતીમાં ઉતારી દેવાનો પુરુષાર્થ ન કરીએ તો ભૂગર્ભ જળના બેંક બેલેન્સને ખૂટી જતાં અને ટયુબવેલના ચેક `નો બેલેન્સની રિમાર્ક સાથે પાછા આવે એવું ના બને!

મિત્રો! પાણીનો બચાવ એ સીધી કે આડકતરી રીતે આપણો બચાવ છે.  જો નહીં સમજીએ તો આ જીવ જોખમમાં છે તેથી પાણીની આવી છે વાણી, સાચવી વાપરો જીવન જાણી જેવા થોડાં સૂત્રો તમામ પ્રજાજનો જાગ્ત થાય તે માટે તમામ સમાજલક્ષી સંસ્થાઓએ દીવાલો પર ચીતરાવીને કે તેનું સાહિત્ય છપાવી લોકોને ઘરે ઘરે પહોંચતાં કરી પાણી બચાવોનો પોકાર કરવો જરૂરી છે.

Leave a comment