• લોકોની શક્તિમાં વિશ્વાસ મૂકતી અને લોકોને તેમની પોતાની શક્તિઓમાં વિશ્વાસ બેસે એવી સ્થિતિ સર્જવા કાર્યરત સંસ્થા એટલે વાસ્મો... જાણો વધુ
  • અત્યાર સુધીમાં…

    ગુજરાતમાં...
    • ૧૩,૧૦૫ ગામના લોકોએ પાણી સમિતિ રચીને પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ માટે લોકભાગીદારી આધારિત અભિગમ અપનાવ્યો છે.
    • ૩,૫૦૦થી વધુ ગામોએ તેમની પાણી પુરવઠા યોજનાઓ ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. બીજાં ૩,૬૦૦ ગામોમાં યોજનાઓ પર કામ ચાલુ છે.
    • ૧,૧૮૭ શાળાઓ અને ૮,૪૬૧ પરિવારોએ છત પરથી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા વિક્સાવી છે.
    • ૧૩,૭૬૨ પાણી ગુણવત્તા ટુકડીઓ બની છે, જે ગામોમાં મળતા પીવાના પાણીની ગુણવત્તા ચકાસતી રહે છે.
    • ૧૩,૧૪૬ પાણી ગુણવત્તા કીટ્સનું વિતરણ થયું છે, જેની મદદથી ગામલોકો પીવાના પાણીની ગુણવત્તા ચકાસે છે.
    • ૩૮,૦૦૦ જેટલી શાળાઓને પણ આવી જ પાણી ગુણવત્તા કીટ્સ આપવામાં આવી છે અને ૩૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકરોને ગુણવત્તા ચકાસણીની તાલીમ અપાઈ છે.

એક કુટુંબની એક મહિનાની તંદુરસ્તીની કિંમત

પાણી અને આરોગ્ય એક સિકકાની બે બાજુઓ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનાં તારણ મુજબ, અસ્વચ્છ અને અપૂરતા પાણીથી ઘણી બીમારીઓ ફેલાય છે. પાણીમાં રહેલા રોગજન્ય જીવાણુંઓ મળમાંથી આવે છે.આવા જીવાણુંઓની હાજરી પાણીને ગંદુ બનાવે છે. જેને કલોરિનેશનની ટ્રીટમેન્ટ દ્વારા જીવાણુઓનો નાશ કરી સુરક્ષિત પીવાલાયક બનાવી શકાય છે. ઘરગથ્થુ રીતે બ્લિચીંગ પાવડર અથવા કલોરિનની ટીકડીઓના ઉપયોગથી પાણી જીવાણુંમુકત બનાવી શકાય છે.

સામાન્ય રીતે દરેક લોકોના મનમાં એવી છાપ રહેતી હોય છે કે કલોરિનેશન કરવું મોંઘુ છે પરંતુ ૧ કુટુંબની ૧ મહિનામાં તંદુરસ્તીની કિંમત (કલોરિનેશનની) ૧ ચા કે ૧ ગુટખાની કિંમત કરતાં પણ ઓછી છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતો માણસ આવી નજીવી કિંમતમાં પીવાના પાણીને રોગજન્ય જીવાણુંમુકત બનાવી શકે છે.

જે ગામોમાં પાણી વિતરણ વ્યવસ્થા ઉંચી ટાંકી – સમ્પ અને પાઈપ લાઈન મારફતે થતી તેવાં ગામોનો કલોરીનેશન અંગેનો ખર્ચ ગણીએ તો…

૧ વ્યકિતનો સરેરાશ પાણી વપરાશ – ૧૦૦ લિટર. પ વ્યકિતનું કુટુંબ ગણીએ તો સરેરાશ વપરાશ – પ૦૦ લિટર થાય.૧ કુટુંબનો ૧ માસ દરમિયાનનો સરેરાશ પાણી વપરાશ- ૧પ૦૦૦ લિટર થાય.

૧૦૦૦ લિટર પાણી કલોરિનેશન કરવા માટે ૩૩ % થી ૩પ % બ્લિચીંગ પાવડરની જરૂરિયાત પાંચ ગ્રામ હોય તો એક કુટુંબનાં એક મહિનાની સરેરાશ વપરાશ એટલે કે ૧પ૦૦૦ લિટરને કલોરિનેશન માટે ૭પ ગ્રામ બ્લિચીંગ પાવડરની જરૂરિયાત પડે. એક મહીના માટે ૭પ ગ્રામ બ્લિચીંગ પાવડર x  ૧ર માસ = ૯૦૦ ગ્રામ બ્લિચીંગ પાવડર જોઈએ.

૧ કુટુંબને ૧ વર્ષ દરમિયાન ૧ કિલો બ્લિચીંગ પાવડર જોઈએ. રપ કિલોના બ્લિચીંગ પાવડરની કિંમત – રૂ.પ૦૦ થાય. માટે ૧ કિલો બ્લિચીંગ પાવડર રૂ.ર૦ નો થાય. આમ ૧ કુટુંબને ૧ વર્ષ સુધી કલોરિનયુકત પાણી માત્ર રૂ.ર૦ માં પડે.
તો ૧ માસમાં ૧ કુટુંબને ર૦/૧ર એટલે ૧.૬૬ પૈસા થાય.૧ કુંટુંબને ૧ મહિનામાં ૧.૬૬/ પ  વ્યકિત  એટલે કે ૧ વ્યકિતદીઠ ૦.૩૩ પૈસા થાય.

પાણી વિતરણ વ્યવસ્થા જયારે વિકેન્દ્રીત હોય, લોકો કૂવો બોર અથવા હેન્ડ પંપ ઉપરથી પાણી મેળવતા હોય આવા સંજોગોમાં કલોરિનેશન કરવા માટે કલોરિન ટેબલેટનો ઉપયોગ કરવો પડે છે. સામાન્ય રીતે ૧ વ્યકિતદિઠ પીવા તથા રસોઈ માટે પ લિટર પાણીનો ઉપયોગ થતો હોય છે. તો પ વ્યકિતનું એક સરેરાશ કુટુંબ ગણીએ તો રપ લિટર પાણી કલોરીનયુકત પાણી કરવાની જરૂર રહે છે.

આપણે ૧ કુટુંબની રપ લિટર સરેરાશ વપરાશનો બદલે ૪૦ લિટર સરેરાશ વપરાશ ગણીએ તો રોજની ર કલોરિનની ટેબલેટ તથા વર્ષની ૭ર૦ કલોરિનની ટેબ્લેટની જરૂરિયાત રહે. બજારમાં ૭૦ રૂ.ની ૧૦૦૦ કલોરિનની ટેબલેટ ઉપલબ્ધ હોય છે. માટે રૂ.૭ ની ૧૦૦ ટેબલેટ મળે. એક કુટુંબને ૧ મહિનાની ૬૦ કલોરિન ટેબલેટની જરૂર પડે માટે ૬૦ ટેબલેટની કિંમત રૂ.૪.ર૦ થાય. તેવી જ રીતે ૧ વ્યકિતને સરેરાશ ખર્ચ ૪.ર૦/પ = ૦.૮૪ પૈસા થાય.

સામાન્ય રીતે કોઈપણ એક કુટુંબના આખા વર્ષ દરમિયાન ૧ વ્યકિતને ૧ વખત ઝાડા કે મરડો થાય તો આશરે ખર્ચ રૂ.ર૦૦ થી રૂ.૧૦૦૦ સુધી થઈ શકે છે. કુટુંબમાંથી ૧ વર્ષ દરમિયાન ૧ વ્યકિતને કમળો અથવા ટાઈફોઈડ થાય તો તેની પાછળ દવા માટે રૂ.પ૦૦ થી રૂ.ર૦૦૦ નો ખર્ચ કરવો પડે છે અને આ બીમાર વ્યકિત કામગીરી કરવા ન જાય તો તેને લઈને થતું નુકસાન અલગથી ગણવાનું રહે.

સામાન્ય રીતે કલોરિનયુકત પાણી માટે લોકોને સ્વાદ માટે ફરિયાદ રહેતી હોય છે. પરંતુ ૦.ર થી ૦.પ માત્રાવાળુ પાણી કયારેય બે સ્વાદ થતું નથી. આમ છતાં કલોરિનયુકત પાણી ચા અને રસોઈમાં દાળ બનાવવામાં ઉપયોગમાં લેવાય ત્યારે પાણી ઉકાળ્યા બાદ વાપરવામાં આવે તો ચા અને દાળનો રંગ પણ યથાવત રહે છે અને સ્વાદ પણ.

આમ આખા કુટુંબની ૧ મહિનાની તંદુરસ્તીની કિંમત ૧ ચા કે ૧ ગુટખાથી પણ ઓછી છે. લોકો દિવસમાં બે વખત ચા પીતા હોય છે અને ર થી ૩ ગુટખા ખાતા હોય છે. પણ તેઓને કલોરિનેશન કરવા માટે કલોરિનની કિંમત મોંઘી લાગે છે. ત્યારે કુટુંબની તંદુરસ્તી માટે ખાસ જરૂર છે સજાગ થવાની, જરૂર છે સભાન થવાની, જરૂર છે આત્મખોજ કરવાની.

Leave a comment