• લોકોની શક્તિમાં વિશ્વાસ મૂકતી અને લોકોને તેમની પોતાની શક્તિઓમાં વિશ્વાસ બેસે એવી સ્થિતિ સર્જવા કાર્યરત સંસ્થા એટલે વાસ્મો... જાણો વધુ
  • અત્યાર સુધીમાં…

    ગુજરાતમાં...
    • ૧૩,૧૦૫ ગામના લોકોએ પાણી સમિતિ રચીને પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ માટે લોકભાગીદારી આધારિત અભિગમ અપનાવ્યો છે.
    • ૩,૫૦૦થી વધુ ગામોએ તેમની પાણી પુરવઠા યોજનાઓ ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. બીજાં ૩,૬૦૦ ગામોમાં યોજનાઓ પર કામ ચાલુ છે.
    • ૧,૧૮૭ શાળાઓ અને ૮,૪૬૧ પરિવારોએ છત પરથી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા વિક્સાવી છે.
    • ૧૩,૭૬૨ પાણી ગુણવત્તા ટુકડીઓ બની છે, જે ગામોમાં મળતા પીવાના પાણીની ગુણવત્તા ચકાસતી રહે છે.
    • ૧૩,૧૪૬ પાણી ગુણવત્તા કીટ્સનું વિતરણ થયું છે, જેની મદદથી ગામલોકો પીવાના પાણીની ગુણવત્તા ચકાસે છે.
    • ૩૮,૦૦૦ જેટલી શાળાઓને પણ આવી જ પાણી ગુણવત્તા કીટ્સ આપવામાં આવી છે અને ૩૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકરોને ગુણવત્તા ચકાસણીની તાલીમ અપાઈ છે.

અનાદિકાળથી ચાલી આવતી અસ્વચ્છતાની આદત કાઢવા માટે જરૂર છે મહાપરાક્રમની

– જય વસાવડા

યુવા હૈયાંઓને હલેસાં આપનાર જાણીતા કોલમનિસ્ટ વાત માંડે છે આપણી અસ્વચ્છતાની આદતોની અને તેને દૂર કરવાની જરૂરની…

ભારત જેવું ભાતીગળ અને ભવ્ય ચોમાસું જગતમાં કયાંય દીઠું જડતું નથી અને રેઇન જેવી રોમેન્ટિક સીઝન બીજી કઈ હોય? બારીશની આતીશમાં મન કમ સૂન, મોન્સુનના પોકારો કરવા લાગે છે. પણ જેવો વરસાદ ઢૂકડો આવે, કે તનમાં ફફડાટ જાગે છે.

Continue reading